રવિવાર, 6 માર્ચ, 2011

કચ્છ ૫રિચય

કચ્છ પ્રાચીન ભૂમિ છે. જેનો મહત્વનો પ્રાચીન ઇતિહાસ યુગ છે. ભૌગોલિક લાક્ષણિકતાઓ અને કાચબાને મળતા ભુપૃષ્ઠ લક્ષણોને કારણે તેનું નામ કચ્છ પડયું. પ્રાચીન સાહિત્યમાં તેના આ નામનો ઉલ્લેખ છે. મલ્લીનાથીએ અમરકોષ પરના તેના ભાષ્ય સંજીવનીમાં તેની નીચાણમાં આવેલા ભેજવાળા પ્રદેશ કે પડતર જમીન તરીકે વ્યાખા કરી છે. પુરાણમાં જુના વખતમાં આ દેશની મુલાકાત લેનાર વિદેશી પ્રવાસીઓની આ પ્રદેશ પરની જુદી જુદી નોંધોમાં તેમજ શિલાલેખોમાં, તામ્રપત્રોમાં અને જૂના લખાણો અને હસ્તપ્રતોમાં તેનો આ નામ તરીકે ઉલ્લેખ છે. ખ્રિસ્તી યુગના પ્રારંભ અગાઉ સધ અને સૌરાષ્ટ્ર વચ્ચેના પ્રદેશને આભરિ તરીકે વર્ણવેલો છે કે જે નામનો મહાભારતમાં પણ ઉલ્લેખ છે. ગ્રીક પ્રવાસી અને લશ્કરી સેનાપતિએ પણ ઇશુ ખ્રિસ્ત પહેલાની બીજી સદી દરમિયાન તેના આભીરના મૂળ નામને અપભ્રંશ કરીને આ પ્રદેશનો આબીરીયા કે અબીર તરીકે ઉલ્લેખ કર્યો છે. ઇ.સ.ની ત્રીજી કે ચોથી સદી સુધી અને તે પછી પણ તેનો કચ્છ તેમજ આભરિ એમ બંને નામો તરીકે ઉલ્લેખ છે. આ વિસ્તારમાં આભીરો વસતા હતા તેના મૂળ નિવાસીઓ પરથી સૌ પ્રથમ આભરિ તરીકે ઓળખાયો. તેની આસપાસ પાણી અને ખરાબાની જમીનથી ધેરાયેલી અદ્વિતીય ભૌગોલકિ પરિસ્થતિને કારણે તે પાછળથી કચ્છ તરીકે ઓળખાયો.

કચ્છની વહીવટી ભૂમિકા અસ્પષ્ટ લાગે છે. પ્રાચીન કાળથી ઉત્તર અને પૂર્વમાંથી આવેલી જુદી જુદી જાતિઓએ આ ભૂમિ પર વસવાટ કરેલ છે. જાણવા મળતા ઇતિહાસના સમા દરમિયાન તે વખતોવખત સધ અને ગુજરાત પર સત્તા ભોગવનાર જુદા જુદા રાજવંશોના આધપત્યિ હેઠળ રહેલું છે.તે એક વખત મૌર્ય સામ્રાજયનો ભાગ હતું. ત્યારબાદ તેશક, ક્ષત્રપ, ગુપ્ત, હૈહયોની સત્તા હેઠળ આવ્યો. પાછળથી તેના પર મૈત્રક, ગુર્જર, ચૌલુકય, ચાવડા, સોલંકી અને કાઠી અને બીજા ગુજરાતના રાજાઓએ રાજ્ય કર્યુ. આમ, કચ્છને ગુજરાત સાથે ગાઢ સંપર્ક રહ્યો છે જેના ઇતિહાસના પ્રવાહે આ પ્રદેશ પર ધણી અસર કરી છે.

કચ્છ ઇતિહાસને સામાન્ય રીતે પ્રાચીન અને આધુનકિ અર્થાત ૧૪મી સદીથી લગભગ શરૂઆતના સમયમાં જાડેજાના સમાના વિજય પહેલાના અને પછીના સમયમાં એમ બે ભાગમાં વહેંચી શકાય અથવા સીંધની સમા રાજપૂત જાતિએ કરછ પર વિજય મેળવ્યો ત્યારે ૧૪મી સદીમાં કચ્છનો અલગ રાજ્ય તરીકે પ્રાદુર્ભાવ થયો. જૂના હિંદુ લખાણોમાં આ પ્રદેશનો કચ્છ કિનારાની જમીન અથવા રણ વિસ્તાર તરીકે ઉલ્લેખ છે. કચ્છની અગાઉની હકીકત ગ્રીક સાહિત્યમાં જોવા મળે છે.

ઇ.સ. પૂર્વે ૧૪ર-૧ર૪માં કચ્છ જમનાથી સૌરાષ્ટ્ર સુધી ફેલાયેલો મનેન્દરના રાજ્યનો એક ભાગ હતું. આના પછી તરત જ (ઇ.સ. પૂર્વે ૧ર૦) ગ્રીકો બેકટ્રીયન સામ્રાજય ઉથલી પડય. હિંદમાં શક અથવા મનિ તરીકે ઓળખાતા સેથયિનોએ કચ્છમાં અને ઉત્તર ગુજરાતના બીજા ભાગોમાં પોતાનો વસવાટ કર્યો. લગભગ ઇ.સ. પૂર્વે પ૬મા વિક્રમાદિત્યે તેઓને હરાવતા તેઓ ર૦ અને ૩૦ વર્ષ વચ્ચે પાછા આવ્યા અને ચોકેત્સ્યીને પોતાના રાજ્યની સ્થાપના કરી. આ ખ્રિસ્તી સવંતની પ્રથમ સદીમાં પાર્થીયનોને ઉથલાવી દીધા કે જેઓની સત્તા સિંધથી માંડીને દક્ષિણ ભરૂચ સુધી હતી. ઇસુ ખ્રિસ્તી પછી પ્રથમ સદીમાં પ્લીનીએ (ઇ.સ. ૭૭) ઉલ્લેખ કરેલા ઓડમ્બરી સામાન્ય રીતે કચ્છના વતનીઓ હોવા જોઇએ. પીટીલેમીએ (ઇ.સ.૧પ૦) વર્ણવેલું આંર્બદરી એ તેમનું મુખ્ય મથક હોવું જોઇએ. કચ્છનો બીજો ઉલ્લેખ ઓવો છે કે આઠમી સદીની શરૂઆતના ભાગમાં (આશરે ઇ.સ. ૭૧૪) તેલુગુના પ્રચારના મૃત્યુ સમયે કચ્છ ચારણોને આપવામાં આવ્યું હતું. આ સમયે કચ્છની બીજી મુખ્ય જાતિ પૂર્વના ચાવડાઓ હતા એમ જણાય છે. આ સમય દરમિયાન આરબોએ કાઠીયાવાળ અને ગુજરાતના કિનારા પર છાપા મારવાની શરૂઆત કરીને સધ જીતી લીધું હતું. નવમી સદીમાં તેમણે કચ્છના દરિયાકાંઠે વસવાટ શરૂ કર્યો હતો. અલ્બીરૂની (૯૭૦-૧૦૩૪)માં કચ્છના હાલના નામનો ઉલ્લેખ થયેલો છે અને તેમાં વર્ણાવ્યા મુજબ સિંધુ નદીની એક શાખા કચ્છની સરહદે સધ સાગરમાં મળે છે. અગિયારમી સદીના પૂર્વાધમાં (ઇ.સ. ૧૦ર૩) અણહિલવાડનો ભીમદેવ પહેલો (૧૦રર-૧૦૭ર) મહમ્મદ ગઝની કંથકોટ આવ્યો તે પહેલાં નાસી છૂટયો હતો. સદીના અંત વખતે સિંધના ચોથા સુમરા રાજકુમાર સિંધારે માણિકબાઇ સુધીનો વિસ્તાર કબજે કર્યો હતો.

કચ્છનો આધુનકિ ઇતિહાસ સિંધની સમા રાજપૂત જાતિએ કચ્છ જીત્‍યું તે તારીખથી શરૂ થયો એમ કહી શકાય. ચૌદમી સદી દરમિયાન આ બન્યું અથવા ઓછામાં ઓછું પૂરૂં થયું. પંદરમી સદીના પ્રારંભમાં (૧૪૧૦) અમદાવાદ સલ્તનતના સ્થાપક મુઝફરશાહે (૧૩૯૦-૧૪૧૧) કંથકોટના સરદારને કરાવ્યો. આ પરાજયથી સામાન્યતઃ અમદાવાદની હકુમત હોવા છતાં કચ્છ ૧૪૭ર સુધી સ્વતંત્ર રહ્યો. સોળમી સદીની શરૂઆતમાં કચ્છના સરદારો, તટાના સમાને ઉપથાલી નાખનારા અરધુન રાજવંશ (૧પ૧૯-૧પ૪૩) સાથે મૈત્રીભર્યા સંબંધો ધરાવતા ન હતા એવું જણાય છે. સિંધના ઇતિહાસકારો મુજબ શાહ હુસેન (૧પરર-૧પ૪૪) લગભગ ૧પ૩૦ માં એક પ્રસંગે કચ્છમાં દાખલ થઇ રાવને સજ્જડ પરાજ્ય આપ્યો હતો. આ વખતે જાડેજા કુળની ત્રણ શાખાઓના પ્રતનધિ જામ દાદરજી, જામ હમીરજી અને જામરાવલ હતા. મોગલ સમ્રાટ જહાંગીરના સમય દરમિયાન ભારમલ પોતાની સલામી પાઠવવા અમદાવાદ ગયો હતો તેણે નઝરાણું ભેટ ધર્યું હતું. જહાગીર તેના પર ઘણો પ્રસન્ન થયો હતો. તેણે બદલામાં ભેટ આપી હતી અને મક્કા જતા યાત્રાળુઓને કચ્છમાંથી જવાની છુટ આપવાની શરતે કચ્છને ખંડણીમાંથી મુકત કર્યો હતો. ૧૭૪૧માં લાખાજીરાવે તેના પિતાને અટકમાં રાખ્યા અને કચ્છની ધુરા ધારણ કરી હતી. રાવ દેસલજીએ ૧૮૬૦ સુધી રાજ્ય કર્યું. કેટલાક વર્ષ સુધી રાવ દેસલજી અને તેના પાટવીપુત્ર વચ્ચે કમનસીબ ઝધડો ચાલ્યો પરંતુ તેના મરણ અગાઉ મૈત્રીભર્યા સંબંધો સ્થપાયા હતા. ૧૮પ૯માં કેટલીક વખતે ગંભીર માંદગીમાં સપડાયો હોઇ રાવે રાજપ્રતનધિ નીમી વહીવટ કરવા સરકારને રાજ્યની ધુરાના ભારમાંથી મુકત કરવા પ્રાર્થના કરી હતી.

તેહરની ઇચ્છા માન્ય રાખવામાં આવી અને ૧રમી જુલાઇના રોજ કચ્છના રાવે રાજકીય એજન્ટના પ્રમુખપણા યુવરાજને પ્રધાન તરીકે અને બીજા બે જાડેજા નાયકોને સલાહકાર મંડળમાં સભ્યો તરીકે પસંદ કર્યા બીજા વર્ષે ર૧મી જુને રાવની તાકીદની વિનંતીથી સલાહકાર મંડળ વિખેરી નાખવામાં આવ્યું અને રાજ્યની સત્તા તેના દેખીતા વારસ રાવ પ્રાગમલજી બીજાને સોંપવામાં આવી. તેણે ૧૮૬૦થી ૧૮૭પ સુધી રાજ કર્યું. રાવ પ્રાગમલજી પછી રાવ ખેંગાર ત્રીજો ગાદીએ આવ્યો. તેના રાજ્યાભિષેક વખતે તે માત્ર દસ વર્ષનો હતો અને રાજકીય એજન્ટની દેખરેખ નીચે રાજ્યની બાબતોનો વહીવટ થતો હતો. આ રાજવંશ સ્વતંત્રતા પ્રાપ્તિ સુધી ચાલ્યો.

હાલનો કચ્છ જિલ્લો અગાઉના કચ્છ રાજ્યના રજવાડાં અને અગાઉના મોરબી રજવાડાનાં ૧૦ ગામનો બનેલો છે. ૧૯૪૭ પછી તે ભાગ-ગનું રાજ્ય હતું. તેનો વહીવટ મુખ્ય કમિશ્‍નર મારફત ભારત સરકાર કરતી હતી.

નવેમ્બર-૧૯પ૬માં રાજ્યોની પુન:રચના થઇ અને વદિર્ભ, મરાઠાવાડા, સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ સાથે બૃહદ દ્વિભાષી મુંબઇ રાજય રચવામાં આવ્યું અને કચ્છ જિલ્લો દ્વિભાષી રાજ્યનો એક ભાગ બન્યો. છેલ્લે ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઇ રાજ્યનું વિભાજન થયું અને ગુજરાત અને મહારાષ્ટ્રના અલગ રાજ્યો રચાયાં તે તારીખથી કચ્છ જિલ્લો નવા રચાયેલ ગુજરાત રાજ્યનો એક ભાગ બન્યો.

કચ્છ જિલ્લાના કેટલાક ભાગ પર સાર્વભૌમત્વ બાબતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદના ઝધડા હોવાથી સ્વતંત્રતા બાદ કચ્છ જિલ્લા પર ખાસ ધ્યાન અપાયું. ભારત અને પાકિસ્તાન સરહદે વિવાદ નિષ્પક્ષ પંચને સોંપવાનું નક્કી કર્યું. ૩૦મી જૂન, ૧૯૬પના રોજ તેઓ પણ સંમત થયા કે પંચનો નર્ણિય બન્ને બંધનકર્તા રહેશે અને કોઇપણ પ્રકારના કારણોસર તેની સામે વાંધો ઉઠાવી શકશે નહીં. જિનિવા ખાતે આ પંચનું મુખ્ય મથક હતું પંચે બન્ને પક્ષોની દલીલો સાંભળી બન્ને પક્ષકારોએ રજૂ કરેલા દસ્તાવેજ, નકશા વગેરે તપાસ્યા અને ૧૯મી ફેબ્રુઆરી, ૧૯૬૮ના રોજ પોતાનો ચુકાદો આપ્યો તે ભારત પાકિસ્તાન પશ્ચમિ સરહદ કેશ પંચના ચુકાદામાં સમાવષ્ટિ છે. તદ્‍નુસાર જમીન પર થાંભલા ઉભા કરીને સરહદનું સીમાંકન કાર્ય ૧૯૬૮માં હાથ ધરવામાં આવ્યુંઅને જૂન ૧૯૬૯માં તે પૂરૂં થયું. કચ્છ જીલ્લા પંચાયત.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો